રાજકોટ-

મોંઘવારીની મારની વચ્ચે ગૃહણીઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. ફરી એકવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. અમદાવાદમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. આ ભાવ ઓલ ટાઈમ હાઈ થયા છે. કપાસ અને સિંગતેલના ડબાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર છે. જેમાં અત્યારે સિંગતેલનો ડબ્બો ૨૪૮૦ અને કાપસિયા તેલનો ડબ્બો ૧૯૮૦ પર પહોંચ્યો છે. તો પામોલિન તેલના ભાવ અત્યારે ૧૭૨૫ અને સન ફલાવર ૨૧૭૦ રૂપિયે ડબ્બો પહોંચ્યો છે.

આમ સિંગતેલ હોય કે કપાસિયા તેલ દરોજ તેના ભાવ ૫થી ૧૦ રૂપિયા સતત વધતા રહે છે. જેના કારણે અત્યારે ભાવ ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો છે. ૧ મહિનામાં સિંગતેલના ભાવ ૩૮૦ અને કપાસિયા તેલના ૨૮૦ જેટલા ભાવ વધ્યા છે. આમ તેલના ભાવ વધતા ગૃહિણીઓની રસોઈ ફિક્કી પડી છે.અત્રે નોંધનીય છે કે, મુંબઈ તેલબિયાં બજારમાં પણ આજે બેતરફી વધઘટ વચ્ચે ભાવ અથડાતા જાેવા મળ્યા હતા. પામતેલમાં આજે હાજરમાં ૧૦ કિલોદીઠ હવાલા રિસેલમાં રૂ.૧૧૦૦થી ૧૧૧૦માં આશરે ૧૫૦થી ૨૦૦ ટનના વેપાર થયા હતા જ્યારે રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીમાં આજે ફેબુ્રઆરી માટે રૂ.૧૧૧૫માં આશરે ૨૦૦થી ૩૦૦ ટનના વેપારો થયા હતા.