અમદાવાદ-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદથી કોરોનાના કેસોમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી કોરોનાએ બાનમાં લીધા બાદ હવે ફરી અમદાવાદમાં કેસોમાં વધારો થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શનિવારે શહેરમાં ૧૮૫ કેસ નોંધાતા શહેરના બોડકદેવ અને બોપલ સહિત વધુ ૫ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની ફરજ પડી છે.

કોરોનાના સંક્રમણમાં સતત વધારો થતાં છસ્ઝ્ર દ્વારા શનિવારે વધુ પાંચ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં ઘોડાસર, સાઉથ બોપલ, બોડકદેવ અને ત્રાગડ રોડનો સમાવેશ થાય છે. આ પાંચ વિસ્તારમાં આવેલા ૬૪ મકાનોનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. જેથી આ ઘરોમાં રહેતા ૨૪૨ લોકો હવે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેવું પડશે. જાે કે, ૪ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ શનિવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૫ જેટલા તોતિંગ કેસો સામે આવતા લોકોમાં ફરી ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. તેમા પણ ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ડર છે. કોરોનાના મોટાભાગના કેસો પશ્ચિમ વિસ્તારમાં જ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં નવા ૭૭૫ કેસ નોંધાયા અને ૨ દર્દીઓનાં મૃત્યુ થયા છે. જેમાં સુરતમાં સૌથી વધુ ૨૦૬ કેસ, અમદાવાદમાં ૧૮૭, વડોદરામાં ૮૪ અને રાજકોટમાં ૭૭ નવા કેસ નોંધાયા છે. પહેલીવાર એવું બન્યું છે કે, કોરોના કેસ મામલે સુરત અમદાવાદથી આગળ નીકળી ગયુ છે. ત્યારે સુરતમાં લોકોને હોટલ-રેસ્ટોરન્ટમાં ભેગા ના થવા સુરત મનપા કમિશનરે અપીલ કરી છે. તો સાથે જ રેસ્ટોરન્ટ માલિકોને પાર્સલ સુવિધા આપવા વિનંતી કરાઈ છે. સુરતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. તો બીજી તરફ, સુરત જ એવુ શહેર છે, જ્યાં કોરોનાના યુકે અને આફ્રિકન બંને સ્ટ્રેનના કેસ જાેવા મળ્યા છે.

સુરત એકમાત્ર એવુ શહેર છે, જ્યાં કોરોનાના યુકે અને આફ્રિકાના સ્ટ્રેનનો કેસ જાેવા મળ્યો છે. સુરતમાં જે રીતે કોરોનાના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે તેની પાછળ યુ.કે. સ્ટ્રેન મ્.૧.૧.૭ જવાબદાર હોવાનો મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીનો દાવો છે. તેમણે યુ.કે.ના એક સ્ટડી રિપોર્ટના આધારે આ દાવો કર્યો છે. જે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, આ વાઇરસ ૪૩ ટકાથી ૯૦ ટકા સુધી ઝડપથી પ્રસરે છે. આ વાઇરસનો ચેપ લાગે તો તે માનવ શરીરમાં લાંબો સમય સુધી રહે અને બીજાને પણ લાંબા સમય સુધી ચેપ લગાવી શકે છે. જાેકે, અન્ય વાઇરસના અને યુ.કે. સ્ટ્રેનના વાઇરસના લક્ષણો મોટાભાગના સરખા છે.