સ્ટાર ઇન્ડિયાના ઉપક્રમે ચકલીના માળા બનાવવાની સ્પર્ધા આજે અલકાપુરી વિસ્તારની બરોડા હોટલમાં યોજાઇ હતી. હાલમાં ચકલીઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે માળા બનાવીને તેમના રહેઠાણ સુરક્ષિત કરવા માટેના અભિયાનના ભાગરૂપે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. શહેરના પક્ષીપ્રેમીઓએ પોતાની આકર્ષક કલાકૃતિઓ સાથે નાગરિકોના મન મોહી લીધા હતા. દેશ-વિદેશના ૬૫૮ યુવક-યુવતીઓએ આ સ્પર્ધામાં ભાગ લઇને પોતાની કૃતિઓ રજૂ કરી હતી. જેમાંની કેટલીક શનિવારે શહેરમાં રજૂ કરવામાં આવી હતી.