રાજકોટ-

ભારત સહિતના ઘણા દેશોમાં વાયરસ સામે રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જો કે, ઘણી જગ્યાએ રસીની આડઅસર પણ જોવા મળે છે. કોરોનાની રસીની સામાન્ય આડઅસર જોવા મળી. સિવિલ હોસ્પિટલમાં રસી લેનાર 50 ટકા લાભાર્થીઓમાં જોવાઇ સામાન્ય આડઅસર. સામાન્ય તાવ, માથું દુઃખવુ, થાક લાગવો સહિતના સામાન્ય લક્ષણ જોવા મળ્યા. કોરોનાની રસીની માર્ગદર્શિકા મુજબ આ સામાન્ય લક્ષણો જોવા મળી શકે છે તેમ અધિકારીએ જણાવ્યું છે. સાથે જ કોઇ પણ લાભાર્થીને દાખલ કરવા પડે તેવી સ્થિતિ નથી તેમ પણ અધિકારીએ ઉમેર્યું. 114 લોકોએ લીધી હતી રસી અને 57 લોકોને આડઅસર થઇ છે. જોકે, સામાન્ય દવાથી આ આડઅસરો નિવારી શકાય છે તેમ અધિકારીએ કહ્યું છે. સાથે જ હજુ સુધી કોઈ વ્યક્તિને ગંભીર લક્ષણ જોવા મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણની શરુઆત થઈ હતી. અત્યાર સુધી દેશમાં 3 લાખની નજીર રસીકરણ થઈ ચુક્યું છે. જલ્દી જ રસીકરણ દેશમાં સ્પીડ પકડશે. શરુઆતમાં લક્ષ્‍ય છે કે 3 કરોડ કોરોના વોરિયર્સને રસી અપાય. આ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ રસીકરણને રફ્તાર આપવામાં આવી રહી છે.