ભાવનગર-

વેરા શાખના કૌભાંડમાં સંડોવાયેલા મનાતા અત્રેના વંદન કોર્પોરેશનના ત્રણ જણાંની ધરપકડ કરવામાં આવી છે અને તેમને વેરાશાખના દાસ્તાવેજોનો દુરુપયોગ કરવા બદલ 14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. 

જીએસટી વિભાગ દ્વારા અહીંના વંદન કોર્પોરેશનમાં છેલ્લા કેટલાંક દિવસથી ચેકીંગ ચાલી રહ્યું હતું અને તેમાં બોગસ બિલિંગ સાથે સંકળાયેલા વેરાશાખના દાસ્તાવેજો પણ હોવાના પૂરાવા મળ્યા હતા જેને પગલે જીએસટી ખાતાના અધિકારીઓ દ્વારા અહીં ત્રણ જણાંની અટકાયત કરાઈ હતી. તપાસ માટે કંપનીના દાસ્તાવેજો ઉપરાંત કમ્પ્યુટર્સની પણ તપાસ કરવામાં આવી હતી. ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, મોરબી અને ઈન્દોર જેવા સ્થળોએ પેઢીઓના રજીસ્ટ્રેશન કરાવીને અંદર અંદર બિલિંગ કરાવીને બોગસ વેરાશાખ ઊભી કરીને લાભ લીધો હોવાનું બહાર આવતાં કંપની પર કાર્યવાહી કરવામાં આવી હતી.