રાજપીપળા :  નર્મદા જિલ્લાના નંદોદ તાલુકામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.નાંદોદ તાલુકા પંચાયતના કરાર આધારિત કર્મચારીને માત્ર ૧૦ રૂપિયાની લાંચ લેતા એ.સી.બી એ રંગે હાથ ઝડપી પાડ્યો છે.નર્મદા એ.સી.બી ને એવી માહિતી મળી હતી કે નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ કાર્ડ ધરાવતા માણસોને બી.પી.એલ દાખલો વિના મુલ્યે આપવાનો હોય છે પરંતુ આ દાખલો કાઢી આપવાના અવેજ પેટે રૂ ૧૦/- થી રૂ।.૧૦પ/- સુધીની લાંચની રકમ લેવામાં આવે છે અને જાે લાંચની રકમ ના આપે તો માણસોને ધક્કા ખવડાવવામાં આવે છે.એ બાબતની ખરાઈ કરવા નર્મદા એ.સી.બી એ એક જાગૃત નાગરિકને સાથે રાખી નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે છટકાનું આયોજન કર્યું હતું.દરમિયાન નાંદોદ તાલુકા પંચાયતનો ડી.આર.ડી.એ શાખાનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર કર્મચારી પ્રવિણ શનાભાઈ તલાર જાગૃત નાગરિક સાથેની વાતચીત દરમિયાન બીપીએલ દાખલો કાઢી આપવા રૂ।.૧૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયો હતો.