કચ્છ-

અહીંના બજારોમાં ખરીદીના બહાને અને ઈન્વેસ્ટમેન્ટના બહાને બનાવટી નોટ પધરાવનાર દંપતીની કચ્છ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઠગ દંપતી પાસેથી 2000 અને 500ની લાખો રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે. ઠગ દંપતી પાસે રૂપિયા 2000ની 572 નકલી નોટ તેમજ 500ની 125 થી વધારે નકલી નોટ મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

ભારતીય ચલણની બનાવટી નોટ દ્વારા ભૂજની બજારોમાંથી ખરીદી કરવામાં આવી હોવાનું જણાયું હતું. શહેરના વણીયાવાડ, અનમ રિંગરોડ અને તળાવ શેરીમાં આવેલી દુકાનોમાંથી ખરીદી કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ તળાવ શેરી વેપારી એસોશિયેશન દ્વારા ભૂજ સીટી પોલીસ મથકે લેખિતમાં કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ ફરિયાદ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં મધ્યપ્રદેશ પાસિંગની સફેદ કલરની કારમાં દંપતી ફરી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે આ દિશામાં સગડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.