ભરૂચ

ભરૂચ તાલુકાના દયાદરા ગામે જુના નેશનલ હાઇવે ઉપર એક ટ્રક ઝડપી વેગે પસાર થઈ રહી છે. ગૌપાલક ગાયો ચારવવા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેવા સમયે જંબુસર તરફથી આવતી ટ્રક નં. જીજે-૧૭-વાય-૯૭૩૬ની એડફેટે એક ગાય આવી ગઈ હતી. ટ્રક અડફેટે આવતાં ગાય ટ્રક નીચે ફસાઈ ગઈ હતી.

અકસ્માતના થોડા સમય બાદ ગંભીર ગાયલ ગાયનું કરુણ મોત નીપજ્યું હતું. જેના કારણે આસપાસ ગામના રહીશો દોડી આવ્યા હતા. જાેકે ટ્રક ચાલક દ્વારા સમજાવતના પગલે આખરે મામલો થાળે પડ્યો હતો. અકસ્માતના પગલે ટ્રકનું સ્ટિયરિંગ લોક થતા જ અકસ્માત થયેલ સ્થળ ઉપર જ ટ્રક ઉભી થઇ જતાં થોડા સમય માટે ત્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. આ લખાય છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધવા પામી ન હતી.