ડભોઇ -

ડભોઇ તાલુકાના ચાણોદ ના ઓરસંગ નદીમાં નાહવા ગયેલા આધેડ પર મગર નો હુમલો- હુમલામાં આધેડનું મોત બુધવાર સાંજ ની ઘટના યાત્રાધામ ચાંદોદ પાસેના ગામડી-ફૂલવાડી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં નાહવા ગયા હતા. ફૂલવાડી ગામના આધેડ કાંતિભાઈ વાલજીભાઈ વસાવા બુધવારે સાંજે નદીમાં નાહતા હતા તે વેળા મગર નદીમાં તેમને ખેંચી ગયો હતો.

આધેડને મગર ગામડીના નદી કિનારેથી ખેંચી જઈ સામે કિનારે આવેલા ભાલોદરા ગામના કિનારા સુધી તાણી ગયો હતો. મગરે હુમલામાં શરીરે બચકા ભરી લઇ આધેડનો આંખોય ડાબો હાથ કરડી ખાધો હતો. કોઇ ઈસમની નજર પડતાં બૂમાબૂૂમ કરતાં ભાલોદરાના નદી કિનારે યુવાનોએ દોડી આવી લાકડાના ફટકા મારી મગરને ભગાડી આધેડની લાશ બહાર કાઢી હતી.બુધવાર મોડી સાંજે ચાંદોદના સેવાભાવી યુવાનો હોડકા ની મદદથી સામે કિનારે જઈ આધેડનો મૃતદેહ લઈ આવ્યા હતા અને લાશનો કબજો મેળવી ચાંદોદ પોલીસે પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીફુલવાડી-ગામડી માં ઓરસંગ નદીના પટમાં ત્રણથી ચાર મહાકાય મગરો હોય તેને પકડી પાડવા વન વિભાગ હરકતમાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી.