રાજપીપળા, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામની એક નદીના કિનારે કપડાં ધોઈ રહેલી જનેતાની સામે એક મગરે એની ૮ વર્ષની બાળકીને ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી છે.૮ કલાક બાદ વન વિભાગે નદી માંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો, બાદ બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો છે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાની કડાઈ ગામનો એક પરિવાર તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામે ખેતમજૂરી કરવા આવ્યો હતો.એ પરિવારની મહિલા પોતાની ૮ વર્ષની દીકરી પાયલ જેન્તિભાઈ ડુંગરાભીલને લઈ નજીકની અસ્વીની નદીના કિનારે કપડાં ધોઈ રહી હતી.એ દરમિયાન જાેતા જાેતામાં જનેતાની નજરની સામે નદી માંથી બહાર આવેલો મહાકાય મગર ૮ વર્ષની બાળકી પર હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો.દરમિયાન જનેતાએ ચિચિયારીઓ પાડતા આસપાસના લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા.તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારી વિક્રમસિંહ ગભાણીયા સહીતની ટિમો ઘટના સ્થળ પર દોડી આવી હતી.લગભગ ૭-૮ કલાકની મહેનત બાદ આખરે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.બાદ બાળકીના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ પર પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો હતો.બીજી બાજુ ગામ લોકોનું કહેવું છે કે આ નદીમાં ૭ થી ૮ મગર રહે છે.આગળ પણ આવા બનાવો બની ચૂકયા છે