દિલ્હી-

રાજધાની દિલ્હીના ઓખલા ફેઝ-2ના સંજય કોલોનીની એક ફેક્ટરીમાં મોડી રાતે આગ ભભૂકી ઉઠી. જેમાં લાખોની સંપત્તિ સ્વાહા થઈ ગઈ. જ્યારે નજીકમા આવેલા 186 ઝૂપડા બળીને ખાખ થઈ ગયા. જાે કે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ આગે લાખોની સંપત્તિ અને ઘરો તબાહ કરી નાખ્યા.

ઘટના સમયે લોકો ઝૂપડાંમાં સૂઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક ભડભડ ભડકા જાેવા મળ્યા. ફેક્ટરીની આગની જ્વાળાઓ ગોદામથી ઝૂપડાં સુધી પહોંચી ગઈ. ફાયર બ્રિગેડને આ અંગે સૂચના મળી અને ત્યારબાદ ફાયરની ૨૫ ગાડીઓ ઘટનાસ્થળે આગ બૂઝાવવા પહોંચી ગઈ. ફાયર વિભાગના જણાવ્યાં મુજબ ભીષણ આગમાં ઝૂપડાંની અંદર ફસાયેલા લગભગ 40-50 લોકોને બચાવવામાં આવ્યા. જાે કે એક વૃદ્ધ વ્યક્તિ હજુ લાપત્તા છે. જેમની શોધ ચાલુ છે. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યાં મુજબ દિલ્હી ફાયર સર્વિસને વહેલી સવારે દિલ્હીના ઓખલા ફેઝ-૨ની સંજય કોલોનીમાં આગ લાગવાની સૂચના મળી હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ હાલ નિયંત્રણમાં છે અને આગ સંપૂર્ણ રીતે ઓલવવાની કોશિશ ચાલુ છે.