મુંબઈ-

રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડના મુખિયા અને દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી એક ફેમિલી કાઉન્સિલ બનાવવા જઈ રહ્યા છે.આ ફેમિલી કાઉન્સિલ એટલા માટે તૈયાર કરવામાં આવી રહ્યુ છે, જેથી ભવિષ્યમાં ઉત્તરાધિકારીને લઈને કોઈ વિવાદ ન થાય. આ પ્લાન અંતર્ગત પરિવારના તમામ સભ્યોને બરાબરનો હક મળશે. હાલમાં તો મુકેશ અંબાણીની વ્યક્તિગત સંપત્તિ 5,94,690 કરોડ રૂપિયા છે અને તેઓ દુનિયાના ચૌથા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે.

કાઉન્સિલમાં મુકેશ અંબાણીએ દિકરા આકાશ અને અનંત અંબાણીની સાથે સાથે દિકરી ઈશા અંબાણીને પણ સામેલ કરી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ પગલુ ઉત્તરાધિકારી માટે ભરવામાં આવ્યુ છે. જેમાં પરિવારના વયસ્ક સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. ઉપરાંત મેંટર્સ અને સલાહકારોને પણ સામેલ કરાયા છે. આ ફોરમમાં કંપની સાથે જોડાયેલા તમામ નિર્ણયો સામાન્ય રીતે લેવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ઉભો ન થાય. 

પિતા ધીરૂભાઈ અંબાણીના અચાનક નિધન બાદ બંને ભાઈ મુકેશ અને અનિલ અંબાણીમાં સંપત્તિને લઈ વિવાદ ઉભો થયો હતો. ત્યાર બાદ અલગ અલગ બિઝનેસ થયા હતા. તેથી આગામી વર્ષ સુધીમાં મુકેશ અંબાણી ઉત્તરાધિકારીને લઈ આગામી વર્ષ સુધીમાં આ પ્લાન પુરો કરવા માગે છે. 

જણાવી દઈએ કે, મુકેશ અંબાણી હાલમાં પોતાના ત્રણેય બાળકોને અલગ અલગ ભૂમિકાઓ આપી છે. મોટો દિકરો આકાશ અને ઈશા અંબાણી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલમાં 2014થી ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત જિયો પ્લેટફોર્મના બોર્ડમાં પણ તેમને સામેલ કરાયા છે. રિલાયન્સ ફાઉન્ડેશનમાં પણ ઈશા અંબાણી ડાયરેક્ટર તરીકે જોડાયેલી છે. જેનું નેતૃત્વ તેની માત નીતા અંબાણી કરી રહ્યા છે.