છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામના પ્રગતિશીલ ખેડૂતે સિમલા મીર્ચની સફળ ખેતી કરી માર્કેટમાં સારી ક્વોલીટીનો પાક થતા વેપારીઓ ઘ્વારા સારો ભાવ મળતા તેની આવક બમણી થવા પામી છે પ્રગતિશીલ ખેડૂત સિદ્ધાર્થ પટેલ જણાવે છે કે તેઓ કેળ, પપૈયા,ટામેટા,મરચાની ખેતી છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં પંથકના ખેડૂતો મોટાપાયે કેળ, ટામેટા, પપૈયા, મરચાની ખેતી તરફ વળતા બઝારમાં તેના પોષણક્ષમ ભાવ ન મળતા ખેતીમાં ખર્ચનું પ્રમાણ વધ્યું છે જેની સામે નફા ધોરણ ઘટતા બીજી ખેતી તરફ વળવું પડે તેમ હતું બઝારમાં તમામ શાકભાજીના ભાવનો અભ્યાસ કરતા સિમલા ર્મિચ (કેપ્સિકમ ચીલી) નો ભાવ ૩૦ થી ૧૦૦ રૂપિયે પ્રતિકિલો રહેતા આ સિમલા ર્મિચની ખેતી કરવાનો વિચાર આવ્યો આ ખેતી માટેની તમામ માહિતી ઈન્ટરનેટના માધ્યમથી મેળવી હતી સાથે સાથે સાવલી તાલુકાના જીતપુરા ગામના પ્રગતિશીલ ખેડૂતની રૂબરૂ મુલાકાત લઈને વધુ માર્ગદર્શન મેળવી આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ધરું લાવીને વાવણી કરતા આજે સિમલા ર્મિચ પકવ્યા છે હાલમાં તેનો ભાવ ૨૫ થી ૩૦ રૂપિયા પ્રતિકિલો મળી રહ્યો છે એક એકરમાં ધરું,ખાતર,દવાનો કુલ ખર્ચ ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ જેટલો થાય છે જેની સામે આવક ૧,૫૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ જેટલી થાય છે જે બઝારભાવ પર આધારિત છે.