દાહોદ તા.૩૦ 

ધાનપુર તાલુકાના ધાડ ગામે આવેલ પાનમ નદીમાં પિતા અને પુત્રીનું નદીમાં પડી જવાથી બન્નેના મોત નીપજ્યાની ખબરો સાથે પરિવારજનો સહિત ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને પણ થતાં પોલીસ કાફલો નદી તરફ જવા રવાના થયો હતો.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, ધાડ ગામે આવેલ પાનમ નદીમાં પિતા - પુત્રી ડુબી જવાથી મોતની ખબરો સાથે ગ્રામજનો ચકચાર મચી જવા પામ્યો હતો.

ઘટના સ્થળે લોક ટોળા પણ ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસ તથા ફાયર ફાઈટરના લાશ્કરોને કરાતાં તમામ ટીમ પાનમ નદી ખાતે પહોંચી ગઈ હતી. કલાકોની ભારે જહેમત બાદ પુત્રીના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે હજુ સુધી પિતાના મૃતદેહની કોઈ ભાણ ન મળતા પરિવારજનોમાં પણ ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. હાલ ફાયર ફાઈટરની તેમજ સ્થાનીક તરવૈયાઓની મદદથી નદીમાં શોધખોળ પણ ચાલુ છે ત્યારે આ પિતા - પુત્રી કયા કારણોસર અને કેવી રીતે નદીમાં પડી ગયા તે હજુ અકબંધ રહેવા પામ્યું છે ત્યારે પોલીસ પણ તપાસનો ધમધમાટ શરૂ કરી પ્રાથમીક તબક્કે ગુમસુદા પિતાની શોધખોળ નદીમાં આરંભી છે.