બોડેલી, તા.૧૯  

 બોડેલી નજીક થી પસાર થતી કેનાલ પર માછલીને લોટ ખવડાવવા ગયેલ પુત્રનો પગ લપસતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા તેના પિતા પણ કૂદી પડતાં પાણીના ધસમસતા પ્રવાહમાં બન્ને તણાયા હતા. ત્યાંથી પસાર થતા તરવૈયાએ બન્નેને પાણીમાંથી બહાર કાઢતા પિતા - પુત્રનો બચાવ થયો હતો.

બોડેલી નજીક થી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર બોડેલીના શેખ મહોલ્લામા રહેતા વસીમભાઈ ખત્રી તેના પુત્ર અહેમદ રઝા ને લઇ માછલીને લોટ ખવડાવવા ગયા હતા. ત્યા તેમના પુત્ર એહમદ રઝા કેનાલ નજીક મચ્છીને લોટ ખવડાવવા નીચે ઉતરતા તેનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થતા પિતા વસીમની નજર પડતા પુત્રને બચાવા પાણીમા કુદી પડ્યા હતા. પરંતુ નર્મદાની મુખ્ય કેનાલ મા ધસમસતા પ્રવાહમાં મા બન્ને તણાવા લાગતા નજીક ઉભેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. સદનસીબે ત્યાથી પસાર થતા તરવૈયા ધર્મેશભાઈ ભોઇએ બન્નેને પાણીમાંથી બહાર કાઢતા પિતા - પુત્રનો બચાવ થયો હતો. પાણીના પ્રવાહમાંથી આબાદ બચી ગયેલા પિતા - પુત્રના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.