છોટાઉદેપુર, તા.૪ 

 આજરોજ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટર ને સંગીત અને કલા ક્ષેત્રે સંકળાયેલા કલાકારો એ આવેદનપત્ર આપ્યું હતું. કોરોના ની મહામારી ના કારણે સંગીત અને કલા ક્ષેત્રે સંકળાયેલા તમામ કલાકારોની હાલત કફોડી બની છે.

છેલ્લા છ માસથી કોવીડ - ૧૯ ના કારણે દરેક કાર્યક્રમો બંધ રહેતા પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું. સરકાર દ્વારા અનલોક-૪ સુધીમાં ઘણા ખરા ક્ષેત્રમાં છૂટછાટ આપવામાં આવી છે. જનજીવન ધીરેધીરે રાબેતા મુજબ થઇ રહ્યું છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા નાના મોટા સંગીત કાર્યક્રમો કે વાર તહેવાર ઉજવવાની છૂટ આપવામાં નથી આવી જેથી કલા ને સંસ્કૃતિ ક્ષેત્રે સંકળાયેલા કલાકારોએ પોતાની આજીવિકા મળી રહે તે માટે નાના મોટા કાર્યક્રમો તેમજ નવરાત્રી ના તહેવારની ઉજવણી કરવા છૂટછાટ આપવા માંગણી કરવામાં આવી છે.

જો થોડીક ચટચટ આપવામાં આવે તો આના થી સંકળાયેલા જિલ્લાના ૨૦૦૦ થી વધુ લોકોને રોજગારી મળી શકે છે.