અમદાવાદ-

જુનાગઢ પોલીસ લોક રક્ષક ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીસ જવાનોનાં ગરબે રમવાનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને તમામ એલઆરડી જવાનો ગરબે ઘૂમતા જોવા મળ્યા છે. ત્યારે અધિક પોલીસ મહાનિર્દેશક તાલીમ વિકાસ સહાય દ્વારા સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈને તેની વિગતો મંગાવવવામાં આવી છે. પોલીસ સુધી આ વીડિયો પહોંચે તે પહેલા તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આ ઘટના પ્રકાશમાં આવતા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. ઘટના સમયે કોઈ અધિકારીઓ હાજર હતા તે અંગે પણ તપાસ કરાશે. તો સાથે જ તેઓએ કહ્યું કે, તપાસ રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં જુદી જુદી જગ્યાએ આજે અને આવતીકાલે દિક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કરાઈ, ખલાલ, પીટીએસ, વડોદરા, પીટીસી જુનાગઢ, સોરઠ ચોકી જુનાગઢ વગેરે સ્થળોએ આજે દિક્ષાંત સમારોહ યોજાયો છે. કરાઈ ખાતે 438 લોકરક્ષકની દિક્ષા પરેડ યોજાઇ હતી. જેમાં કુલ 7800 લોકરક્ષક દળની પરેડ યોજાઈ હતી.