વડોદરા,તા. ૨૨ 

શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલી એક વૈજ્ઞાનિક સાધનો બનાવતી કંપનીમાં ગઈકાલે રાત્રે આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, છાણી જકાતનાકા પાસે ન્યુ લક્ષ્મી સાયન્ટિફિક વર્કસ નામની એક કંપની આવેલી છે. આ કંપની વૈજ્ઞાનિક પ્રયોગોમાં વપરાતી કસનળીઓ સહિતની વસ્તુઓ બનાવે છે. ગઈકાલે રાત્રે એકાએક વર્કશોપમાં આગ લાગી ગઈ હતી. જેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડના લાશ્કરો તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ અને અંદાજિત નુકસાન જાણી શકાયું નથી.