દિલ્હી-

મધ્યપ્રદેશના બાલાઘાટમાં યુવકની બહાદુરીએ મોટો અકસ્માત બચાવી લીધો. કારમાં ડીઝલ ભરાતાંની સાથે જ બાલાઘાટના નિવાસી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પમ્પ પર ભયાનક આગ ફાટી નીકળી હતી.

પેટ્રોલ પમ્પ પર લાગેલી આગને કારણે ત્યાં અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વિનાશ થઈ શકતો હતો. પેટ્રોલપંપ પાસે કામ કરતાં એક યુવકે કારમાં આગની ઘટના જોતાં જ તે ત્યાં પહોંચી ગયો હતો અને જીવની સંભાળ લીધા વિના કારને પેટ્રોલપંપથી દુર કરી દીધી હતી જેથી આગ ત્યાં ન ફેલાય. આજુબાજુના લોકો ફોટા લેતા અને ઘટનાના વીડિયો બનાવતા હતા ત્યારે મુકેશ કટ્રે નામનો યુવક દોડી આવ્યો હતો અને કારને પેટ્રોલ પંપથી દુર ધકેલી દીધી હતી. મોટો અકસ્માત ટળી ગયો.

હવે આ યુવાનની હિંમતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોના જીવ બચાવનારા મુકેશ કટ્રેએ કહ્યું કે, મારી પાસે પાસેની એક દુકાન છે અને મેં કારને બળતી જોઇ. મુકેશ કાર તરફ દોડી ગયો હતો અને તેણે સ્ટીયરિંગની ચાવી ફેરવી હતી અને પેટ્રોલ પંપને આગ ન લાગે તે માટે સળગતી કારને થોડેક અંતરે ધકેલી દીધી હતી.