વડોદરા-

વડોદરાની એસએસજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી આગી છે. બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ અનુમાન લગાવવામા આવી રહ્યું છે. આગ લાગતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કોરોના સંક્રમિત દર્દીઓના સગા ચિંતામાં મુકાયા છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં વીજ પુરવઠો બંધ કરાયો છે.

હોસ્પિટલમાં આગ હવે આ પ્રકારની ઘટનાઓ જાણે ગુજરાતમાં વારંવાર બનતી ઘટનાઓ બની ગઇ છે. ફરી એક વખત વડોદરાની એસએસજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં આગની ઘટના બની છે. એસએસજી હોસ્પિટલમાં શોટ સર્કિટના કારમે લાગેલી આગની ઘટનામાં અનેક દર્દીઓને સહી સલામત રીતે સલામતે સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી અમુક ક્રીટીકલ દર્દીઓને ગૌત્રી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટનાનની ગંભિરતા જોતે ઉચ્ચ અધિકારીઓ જીલ્લા કલ્કટર, વડોદરા શહેર મેયર તેમજ વડોદરા શહેર સાંસદ રંજનબેન ભટ્ટ સહિત કોંગ્રસના નેતાએ પણ એસએસજી ખાતે દોડી આવ્યા હતા. 

વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગવાનો બનાવ બનતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગ લાગવાની જાણ થતા જ સ્થળ ઉપર પહોંચેલા ફાયર બ્રિગેડ ના જવાનો એ વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે લાઈટો બંધ થઈ જવાને કારણે ફાયરની કામગીરીમાં મુશ્કેલી પડી હતી. જો કે ફાઈર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે અને તમામ દર્દીઓને સલામત રીતે બહાર કાઢી લીધા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આગ લાગે તો શું કરવું અંગે હજુ બે દિવસ પહેલા જ આગ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.