વડોદરા : શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલ કલેક્ટર ઓફિસ કંમ્પાઉન્ડમાં જૂની બિલ્ડિંગમાં પ્રથમ માળે આવેલી મહેકમ દફ્તરની ઓફિસમાં સવારે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.જાેકે, આગમાં ચાર-પાંચ વર્ષના મતદારયાદીના ટેડા અને કેટલુક ફર્નિચર બળીને ખાખ થઈ ગયુ હતુ.ફાયર બ્રિગેડની ટીમે ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો.વડોદરા કલેક્ટર કચેરીમાં જૂની બિલ્ડીંગના પ્રથમ માળે આવેલ મહેકમ દફ્તર વિભાગમાં સવારે એકાએક ાગ ફાટી નિકળતા નાસભાગ મચી હતી.એકાએક ધુમાડાના ગોટા નિકળતા કચેરીમાંથી કર્મચારીઓ તુરંત બહાર નિકળી આવ્યા હતા.આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને ગણતરીના સમયમાં આગ બુઝાવી હતી.જાેકે,જૂના બિલ્ડીંગમાં લાકડાનો ઉપયોગ વધુ થયો હોંવાથી આગ વધુ ફેલાય તેવી શક્યતા હતી. પરંતુ ફારય બ્રિગેડના લાશ્કરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી.

આગના કારણે કલેક્ટર કચેરીમાં વીજ પૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. જાેકે, આગ પર કાબુ મેળવ્યા બાદ વીજ પૂરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો હતો.આગમાં કોઈ ઈજા કે જાનહાની થવા પામી ન હતી. પરંતુ મતદારયાદી વગેરેના ડેટાને નુકસાન થયુ હોંવાનુ જાણવા મળે છે. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સરકીટ થી લાગી હોંવાનુ જાણવા મળે છે. ઉલ્લેખનિય છે કે, કલેક્ટર કચેરીના બેઝમેન્ટમાં આવેલ સિવિલ ડિફેન્સની કચેરી તેમજ જૂના બિલ્ડીંગમાં પણ અગાઉ આગ લાગવાના બનાવો બન્યા છે. પરંતુ જૂની બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જાેવા મળ્યો હતો.