બોડેલી, બોડેલીના છોટાઉદેપુર રોડ પર ભરચક એવા ચાચક વિસ્તારમાં આવેલા શ્રીજી કોમ્પલેક્સમાં કોઇક કારણસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોમ્પલેક્સના એક મકાનમા આગ લાગી હતી થોડા સમયમાં જ આગે આજુબાજુના મકાનોને પણ ઝપેટમાં લેતા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો.જાેકે સ્થાનિકો દોડી આવતા મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢી લેવાયા હતા. બોડેલીના ભરચક વિસ્તારમાં લાગેલી આગને લઇ લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. આગ લાગવાની સાથે સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા. આગ લાગતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બોડેલીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી જતા આગને કાબુમાં લેતા મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી.આ ઘટનામાં કોઇ ગંભીર ઇજાઓ કે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. મકાનોમા લાગેલી આગને લઇ સ્થાનિકોએ જીવ જાેખમમાં મૂકી ગેસના સિલિન્ડરો બહાર કાઢી લેતા મોટી હોનારત થતા ટળી હતી. કોમ્પલેક્સના પહેલા માળે લાગેલી આગનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પહેલા માળના મકાનો તેમજ નીચેની ગોડાઉનમાં આગ લાગતા ઘર વખરી તેમજ કેટલીક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઇ હતી.