અમદાવાદઃ તૌકતે વાવઝોડાએ સમગ્ર ગુજરાતમા તારાજી સર્જી છે અને અમદાવાદમા પણ નુકશાન થયું છે અનેક કાચા મકાનો ધરાશાયી થાય છે ત્યારે આજે જમાલપુર કાજીના ધાબા પાસે સાંજે અચાનક ૫ માળની બિલ્ડીંગ ધરસાઈ થઈ ગઈ હતી. બિલ્ડીંગ ધારાસાઈ થતા આસપાસ કોહરામ મચી ગયો હતો આ બિલ્ડીંગ ૨૦૧૪ની આસપાસ બનાવમાં આવી છે આ બિલ્ડિંગમાં એક જ પરિવારના સભ્યો રહે છે ગઈકાલે વાવાઝોડું આવતા આ બિલ્ડિંગમાં ઝર્ક આવતા આજે એન્જિનિયર પાસે બિલ્ડીંગ ચેક કરવામાં આવ્યું હતું અને સદનસીબે આ બિલ્ડીંગ ધરસાઈ થઈ ત્યારે કોઈ પણ ઘરમાં હાજર નહોતું જેથી જાનમાલની હાનિ નથી થઇ

આ બિલ્ડીંગ બનાવ્યા બાદ ગટર લાઈનની તકલીફ હતી જાેકે આ બિલ્ડીંગ નું કન્ટ્રક્શન નવું જ છે જાેકે આસપાસ વર્ષો જુના બિલ્ડીંગ અને ઘર છે છતાં પણ એક ઇમારત પડી નથી ત્યારે આજે આ નવું જ બિલ્ડીંગ પડી જતા અનેક સવાલો ઉભા થયા છે અને બિલ્ડર ના બાંધકામ સામે પણ સવાલો ઉભા થયા છે બિલ્ડીંગ ધરાશાઈ થવાની ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાપસ હાથ ધરી છે જાેકે બિલ્ડીંગ પડવાની ઘટના બનતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી નહોતી હાલમાં પોલિસ આ તમામ ઘટના વિશે તાપસ કરી રહી છે અને પરિવાર ઘ્વારા જાે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો બિલ્ડર સામે પણ કડક પગલા ભરવામાં આવશે. હાલમાં આ બિલ્ડીંગ નો કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ઘરવામાં આવી છે જાેકે એક સવાલ એ પણ થાય છે કે આવી નાની જગ્યામા કોર્પોરેશન ઘ્વારા બિલ્ડીંગ બનાવની પરમિશન કોને આપી અને બિલ્ડર સામે પણ અનેક સવાલ ઉભા થયા છે.