જૂનાગઢ-

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, સવારે તમે ઉઠો અને ઘરનો દરવાજો ખોલો તો બહાર તમને સિંહ જોવા મળે. એ પણ એક નહીં બે-બે ડાલમથ્થા સિંહ તમને જોવા મળે તો તમારી શી હાલત થાય. તો એવા સમયે  દરવાજો ખોલનારા શખ્સની હાલત કેવી થઈ જતી હશે એ વિચારવા જેવી બાબત છે. જોકે, ગુજરાતના ગીર જંગલમાં આવું શક્ય છે. રાજ્યના ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા સાકેત દ્વારા ઝડપી લેવાયેલો આ વિડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સવારના સમયે પોતાના ઘરમાંથી બહાર નીકળતા એક શખ્સને દરવાજાની બહાર બે સિંહ દેખાય છે. બંને સિંહ ઘરની બહારની પાણીની ટાંકી પર પાણી પીતા હોય છે. વાયરલ થઈ રહેલ વીડિયો ગુજરાતના ફોરેસ્ટ ઓફિસર સાકેતે પોતાના ટ્વિટર એકાઉન્ડ પર શેર કર્યો છે. આ વીડિયો પર તમારું રિએક્શન શું હશે એનો વિચાર કરી જોજો.