નડિયાદ : આજે નડિયાદમાં આવેલી ભારતીય જનતા પાર્ટીની ઓફિસ કમલમ ખાતે પાર્ટીના અગ્રણીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાના આર.એસ.એસ અને ભાજપમાં પોતાનું યોગદાન આપીને પાર્ટીને મજબૂત બનાવનાર ૧૦૦ અગ્રણીઓનું બહુમાન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ, મુખ્ય દંડક પંકજ દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરનાર અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં છે.