અમદાવાદ, રાજ્યમાં કોરોના રોકેટ ગતિથી આગળ વધી રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કોરોનાના ૨૪૧૦ કેસ નોંધાયા છે.જેમાં ૨૦૧૫ લોકો સાજા થયા છે. રાજ્યમાં કુલ ૯ લોકોના મોત નિપજ્યા છે. અમદાવાદમા ૩ અને સુરતમાં ૪ લોકોના મોત થયા છે. વડોદરા અને ભાવનગરમાં ૧- ૧ વ્યક્તિનું મોત નીપજ્યું છે. આજે સૌથી વધુ ૬૧૩ કેસ અમદાવાદમાં નોંધાયા છે. સુરતમાં ૪૬૪ કેસ અને વડોદરામાં ૨૯૨ કેસ અને રાજકોટમાં ૧૮૦ કેસ નોંધાયા છે. રાજ્યમાં ૪૫ વર્ષવાળા તમામને રસીકરણ કરવામાં આવી રહ્યું છે સરકારી અને ખાનગી સ્કૂલો અને કમ્યુનિટી હોલ અને અર્બન હેલ્થ સેન્ટર જેવી ૨૫૦ જગ્યાઓ પર અમદાવાદમા રસીકરણ ચાલી રહ્યું છે. રાજ્યમાં કુલ ૪. ૫૪ લાખ લોકોને રસી આપવામાં આવી છે. જાેકે સાજા થવાનો દર ૯૪.૩૫ ટાકા છે. કુલ ૧૨૯૯૬ દર્દીઓ પૈકી ૧૪૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે.૧૨૮૪૧ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૪૫૨૮ લોકોના મોત થયા છે. હાલમાં સુરતમાં અને અમદાવાદમા કોરોનાની ગતિ વધી રહી છે ત્યારે કોરોનાને માત આપવા માટે સરકાર પણ અગ્રેસર રીતે કોરોના રસીકરણ કરી રહી છે. હાલમાં સરકારી હોસ્પિટલો પણ ફૂલ થવાના આરે છે. સિવિલ હોસ્પિટલમાં ૬૦૦ બેડની કોવિડ હોસ્પિટલ અત્યારે હાલ એક્ટિવ છે.એસ વી પી મા પણ સારવાર આપવામાં આવી રહી છે. જાે સિવિલ હોસ્પિટલમા દર્દીઓ વધશે તો તેમને નવી કિડની હોસ્પિટલમાં રીફર કરવા આવશે તેવી પણ સગવડ તંત્ર ઘ્વારા કરવામા આવી રહી છે. જાેકે આ સમગ્ર બાબતોનો ખુદ સિવિલ સુપ્રીડેન્ટન્ટ ધ્યાન રાખી રહયા છે. જાેકે સિવિલમા જે પણ દર્દીઓ આવે છે તેમને ઓક્સિજનની જરૂર વધારે જણાય છે.

મેડિકલ કર્મચારીઓ દિવસ રાત કામ કરે છે જ્યારથી કોરોના એ ભારતમાં પગ પેસારો કર્યો છે સૌથી વધુ કામ મેડિકલ ઓફિસર અને કર્મચારીઓને પડ્યું છે. હાલમાં જે રીતે કોરોનાની પરિસ્થિતિ છે, તેને લઈને મેડિકલ ઓફિસરની રજાઓ રદ કરી દેવામા આવી છે.તેઓ પણ પોતાની ફરજના ભાગરૂપે અને કર્તવ્યનિષ્ઠ બનીને પોતાનું કામ કરી રહયા છે. આ કામ કરતા કરતા કેટલાક ડોક્ટર પણ કોરોના સંક્રમિત થાય હતા.