બોટાદ-

કોરોના વાયરસ બોટાદ શહેર અને જિલ્લામાં બેકાબુ બન્યો હોય તેમ જણાય રહ્યુ છે તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજે રવિવારે કોરોનાનો વધુ ૮ કેસ નોંધાતા ખળભળાટમચી જવા પામેલ છે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. 

બોટાદ શહેર-જિલ્લામાં આજે રવિવારે કોરોનાના વધુ ૮ કેસ નોંધાતા દોડધામ મચી જવા પામેલ છે, જેમાં બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ ૬૩ વર્ષના વૃધ્ધ, હિફલી શેરી નં. ૮માં રહેતા ૭૩ વર્ષના વૃધ્ધ, લાઠીદડમાં રહેતા પ૭ વર્ષના વૃધ્ધ, ખાખુઈમાં રહેતા ૭ર વર્ષના વૃધ્ધ, ગઢડાના પડવદરમાં રહેતા ૬૦ વર્ષના વૃધ્ધા, સીતાપરમાં રહેતા ૬૦ વર્ષના વૃધ્ધા, ધુફણીયામાં રહેતા ૬પ વર્ષના વૃધ્ધ, રાણપુરના વોરાવાડમાં રહેતા ૬૩ વર્ષના વૃધ્ધ વગેરે દર્દીનો સમાવેશ થાય છે. દર્દીઓની તબીયત બગડતા તબીબે શંકાના આધારે કોરોનાના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. આજે રવિવારે દર્દીઓના કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેથી દર્દીઓને તત્કાલ સારવાર માટે બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જયાં તબીબો દ્વારા તેઓની જરૃરી સારવાર શરૃ કરવામાં આવી હતી. આ દર્દીઓને કોરોનાનો ચેપ કયાંથી લાગ્યો તે જાણવા મળેલ નથી.