મોરબી-

મોરબી જિલ્લામાં બેન્કો અને એટીએમ મશીન સાથે છેડછાડ કરીને રોકડ રકમ ઉપાડી તે રકમ નહીં મળ્યાની ફરિયાદ કરી બેન્ક સાથે છેતરપિંડીના કિસ્સા બની રહ્યા હતા. આ ગુનાનો ભેદ ઉકેલવા એલસીબી ટીમ તપાસમાં હતી. મોરબી ખાતેના એસબીઆઈ બેન્ક સંચાલિત એટીએમ મશીનો પાસે વોચ રાખતા એક શંકાસ્પદ વ્યક્તિ આંટા મારતો દેખાયો હતો, જેની અંગ ઝડતી કરતા 7 એસબીઆઈ બેન્કના એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા અન્ય સાગરિતો સાથે મળીને મોરબી અને ટંકારા વિસ્તારમાં આવેલા એટીએમ મશીનમાંથી કુલ રૂપિયા 4,16,500નું ટ્રાન્ઝેક્શન કરી ઓનલાઈન ફરિયાદ કરી હતી. જ્યારે ટંકારા વિસ્તારમાં એટીએમ મશીનમાંથી કરેલા ટ્રાન્ઝેક્શનના રૂપિયા 1,29,000 મળીને કુલ રૂ 2,28,000 પોતાના બેન્ક ખાતામાં જમા કરાવી લીધા હતા.આરોપી પાસેથી 7 એટીએમ મળ્યાએટીએમ મશીનમાંથી રોકડ રકમ વિથડ્રો કરી બેન્ક સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની કબૂલાત કરી હતી. આથી એલસીબી ટીમે આરોપી શુભમ રાજુભાઈ શુક્લા (ઉં.વ.20, યુપી) આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી એસબીઆઈ બેન્કના 7 એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે તો અન્ય આરોપી શિવમ રાજેશ મિશ્રા (યુપી)વાળાનું નામ ખૂલતા આરોપીને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.