મુંબઈ,

કોરોના કાળમાં માસ્ક પહેરવું દરેક વ્યકિત માટે ફરજિયાત થયું છે. જોકે, આપણાં દેશમાં એવા લોકોની પણ ઉણપ નથી જે સોના પહેરવાનો ખૂબ શોખ ધરાવે છે. પુણેના એક વ્યકિતએ કોરોનાથી બચવા માટે સોનાનું માસ્ક બનાવ્યું છે, જેની કિંમત ૩ લાખ જેટલી હોવાનું કહેવામાં આવે છે. આ વ્યકિત ગોલ્ડમેનના નામથી પણ ઓળખવામાં આવે છે. 

પુણેથી નજીક પિંપરી ચિંચવડમાં રહેતા શંકર કુરહાડે સોનાનું માસ્ક પહેરીને ફરે છે. આ માસ્ક સાડા પાંચ તોલાનું છે અને તેની કિંમત આશરે ૩ લાખ જેટલી હોવાનું કહેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ દેશનું સૌથી મોંઘુ માસ્ક છે. કુરહાડેને સોનું પહેરવાનો ખૂબ જ શોખ છે. તેના ગળા, હાથમાં સોનાની મોટી મોટી ચેન જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે તે સામાન્ય રીતે ૩ કિલો સોનું તો પહેરીને જ ચાલે છે. સોનાના શોખ ના કારણે જ આ વ્યકિતએ પોતાના માટે ગોલ્ડ માસ્ક તૈયાર કરાવ્યું છે. 

હૈદરાબાદના વેલર્સે ગોલ્ડન ફેસ માસ્ક વેચવાનું ચાલું કયુ છે. હૈદરાબાદની એક ફેમસ વેલરી શોપે આ ટ્રેન્ડની શઆત કરી છે. આ માસ્કની કિંમત લાખોમાં છે. જોકે, મોટાભાગના લોકોનું એવું કહેવું છે કે આ માત્ર દેખાડો જ છે. આ માસ્ક પહેરીને લમાં જઈ શકાય છે પરંતુ કોરોના વાયરસથી બચાવ કરવામાં આ માસ્ક કારગર નથી