મેરઠ-

મેરઠમાં ટયૂશનથી પાછી ફરી રહેલી ધોરણની ૧૦ની વિદ્યાર્થિનીનું અપહરણ કરીને કેટલાક લોકો સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે અને સુસાઇડ નોટમાં આરોપીઓના નામ લખતી ગઈ છે. વિદ્યાર્થિની સરધાના પોલીસ મથક વિસ્તારના ગામની રહીશ છે. જાતીય હુમલો થયા પછી સાંજે ઘેર આવતાં જ તેણે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું અવસાન થયું હતું. સુસાઇડ નોટમાં લખન અને તેના કેટલાક સહયોગીઓને આરોપી જાહેર કરવામાં આવ્યા હતા. આરોપી લખન અને વિકાસની પોલીસે શનિવારે સવારે ધરપકડ કરી હતી. બંનેને પોલીસ કોર્ટમાં લઈ જઈ રહી હતી ત્યારે લખન અને વિકાસે પોલીસ પાર્ટીના એક જવાનની પિસ્તોલ આંચકીને ભાગવા પ્રયાસ કર્યો હતો. પોલીસ ટીમે તેમને કપસાડ ગામ નજીક ફરી આંતરી લેતાં લખને પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. પોલીસના વળતા ગોળીબારમાં તેના પગે ગોળી વાગી હતી. બંને આરોપીઓને પોલીસે ફરી ઝડપી લીધા હતા. હોસ્પિટલમાં લખનને સારવાર અપાઈ રહી છે.