મુંબઈ-

ગો-એરની ફ્લાઈટમાં લખનૌથી મુંબઈ પોતાના પિતા સાથે જઈ રહેલી એક બાળકીને એકાએક હાર્ટ એટેક આવ્યો હોવાનું મનાતા તેને હોસ્પિટલ ખસેડવી પડી હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી.

બનાવની વિગત મુજબ, અહીં નાગપુરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મંગળવારે સવારે એક સાત વર્ષીય બાળકીને લાવવામાં આવી હતી, જેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. આ બાળકીને તે જ્યારે લખનૌથી મુંબઈ પોતાના પિતા સાથે જઈ રહી હતી ત્યારે તેને એકાએક હાર્ટ એટેક આવ્યો હતો. ઉત્તર પ્રદેશના ચાફાની રહિશ આ છોકરી અને તેના પિતાની સાધારણ આર્થિક સ્થિતી હતી અને બાળકીની હાલત બાબતે પિતા કશું સમજાવી નહોતા શક્યા. હજીપણ આ બાળકીના મોતનું કારણ અકળ રહ્યું છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, બાળકીના સેમ્પલો રાખી મૂકાયા છે, છતાં તેના મોતનું કારણ હાર્ટ એટેક હોઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, બાળકીનું શરીર ફિક્કું હતું અને હવામાં વિમાન ઊંચે ઉડવાથી તેને હાર્ટ એટેક આવ્યો હોય એમ બને.