વડોદરા, તા.૧૦ 

વલ્લભસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ આ.ધર્મધુરંધરસૂરિ મ.સા., આ.વિદ્યુતરત્નસૂરિ મ.સા., પંન્યાસ યોગેન્દ્રવિજયજી મ.સા. અને સાધુ-સાધ્વીજી, ભગવંતોની નિશ્રામાં આજે પાવાગઢ ચિંતામણી પારસનાથ તીર્થમાં ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુરના અસર ગામ રહેતા અનિલકુમારે દીક્ષા લીધી હતી. દીક્ષા બાદ નવું નામ અક્ષયરત્નવિજયજી મ.સા. આપવામાં આવ્યું હતું. વલ્લભસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ આ.ધર્મધુરંધરસૂરિ મ.સા., વિદ્યુતરત્નસૂરિ મ.સા., પંન્યાસ યોગેન્દ્રવિજયજી મ.સા. અને સાધુ-સાધ્વીજી, ભગવંતોની નિશ્રામાં આજે પાવાગઢ ખાતે ચિંતામણી પારસનાથ તીર્થમાં ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, આજે શ્રી અનિલકુમારની દીક્ષા થશે અને સંસારી નામ ત્યાગીને નવું નામ ગુરુદેવ અપાશે. ત્યાર બાદ સાધ્વી નિર્મણાશ્રીજી મ.સા.ને પ્રવર્તક પદવી ભગવાનની સામે આપવામાં આવી હતી. પાવાગઢ એ શક્તિતીર્થ છે, જ્યાં સાક્ષાત માણિભદ્ર વીર બિરાજમાન છે જેમાં માણિભદ્ર વીરના ત્રણ જુદા જુદા સ્વરૂપ, આપલોડ, મગરવાડા અને ઉજ્જૈનના છે તે પૈકી ઉજ્જૈનનું સ્વરૂપ છે તેની પ્રતિષ્ઠા વીરપુત્ર યતિન કોરા સહિતના ભક્તોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચારથી આચાર્ય ભગવંત કરશે.