છોટાઉદેપુર,તા.૧૧ 

થડગામ પ્રાથમિક શાળાના આચાર્ય બાબુભાઈ વણકર ને જિલ્લાનાં શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો પારિતોષિક પ્રાપ્ત કરવા બદલ આજરોજ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ , શિક્ષનવિદ અને સભ્યો ઉપસ્થિત રહી શાળાનું નામ રોશન કરવા બદલ અભિવાદન કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવ્યું હતું

એસએમસીના સભ્ય, શિક્ષનવીદ રાઇસિંગભાઈ રાઠવા આચાર્યની કાર્ય પરત્વે નિષ્ઠા,એસએમસીને શાળાના પ્રત્યેક કાર્યમાં જોડીને સક્રિય બનાવી શાળાના વિકાસ માટે તત્પર રહે છે. ગ્રામસમુદાય સાથે તેઓ જીવંત નાતો રાખી સમાજ જાગૃતિ કામો માં પણ અગ્રેસર રહે છે.બાળકો ઉત્તમ શિક્ષનમ મળે તે માટે શાળામાં નવા પ્રયોગો કરતા રહે છે. અનિયમિત રહેતા બાળકોને એસ એમ સી સભ્યો ને બાળકોને દત્તક આપી નિયમિત કરવામાં તેમનું વિશેષ યોગદાન છે.

આ પ્રસંગે કવાંટ તાલુકાના પૂર્વ બી. આર.સી.કો. રમણ ભાઈ રાઠવા (રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા) ઉપસ્થિત રહી પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરી નિષ્ઠાપૂર્વક શાળામાં કરેલા કાર્યને બિરદાવ્યા હતા.