પાવાગઢ મંદિર ચોક માં મંદિર ના પગથિયાં પાસે અમદાવાદ ના યાત્રાળુઓ ને ડ્યુટી પર ના સિક્યુરિટી જવાને દીવો પ્રગટાવવાની ના પાડતા યાત્રાળુઓ અને ડ્યુટી પર ના સિકયુરિટી જવાનો વચ્ચે ઝગડો થતા યાત્રાળુઓ એ નજીક માં પડેલ નારિયેળ ના ઢગલા માંથી છૂટ્ટા નારીયેલો દ્વારા હુમલો કરતા ત્યાં ના એક સિકયુરિટી ગાર્ડ ને ગંભીર ઈજાઓ પોહચી હતી જેથી તેને હાલોલ ની રેફરલ હોસ્પિટલ માં ખસેડાયો હતો ઘટના ની જાણ પાવાગઢ પોલીસ ને થતા પાવાગઢ પોલીસે બે હુમલા ખોરો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માં મોટી સંખ્યા માં યાત્રાળુઓ આવતા હોય છે અને કોરોના ની મહામારી વચ્ચે સંક્રમણ ન વધે અને કોરોના ની ચેન ને અટકાવવા સાવચેતીના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દવારા મંદિર માં ચડાવાતા નારિયેળ પ્રસાદ ચુંદડી લઈ જવાપર પ્રતિબંધ લગાવાયો છે પરંતુ મંગળ વાર ની સાંજે પાવાગઢ મંદિર ના પગથિયા પાસે મંદિર દવારા મુકાયેલ ખાનગી સિકયુરિટી ના જવાનો ફરજ પર હતા ત્યારે જવાનો દવારા નારિયેળ પ્રસાદ લઈ જતા યાત્રાળુઓ અટકાવી મંદિર માં હાલ નારિયેળ પ્રસાદ લઈ જવાની મનાઈ હોય ચોક માજ મૂકી દેવાની ફરજ પડાવતા હતા તે દરમિયાન અમદાવાદ બાપુનગર ના જ્યેન્દ્ર ધનજી દલવાડી અને લોકેશ પૂનમ વછેરા મંદિર ના પગથિયાં પાસે દીવો સળગાવા જતા ફરજ પર ના સિક્યુરિટી ગાર્ડ મુકેશ ભભોર.અસ્વીન પરમાર અને પ્રવીણ રાઠોડ એ અટકાવ્યા હતા જ્યાં જ્યેન્દ્ર દલવાડી અને લોકેશ વાંછૅરા અને સિક્યુરિટી જવાનો વચ્ચે ઝઘડો થતા યાત્રાળુઓ એ ઝપાઝપી કરી નજીક માં પડેલ નારિયેળ ના ઢગલા માંથી નારીયેલો ઉઠાવી ઉઠાવી સિક્યુરિટી જવાનો પર મારો ચલાવતા અફડાતફડી સર્જાઈ હતી બનાવ ના પગલે આસપાસ ના દુકાનદારો આવી યાત્રાળુઓ ને મારમારતા અટકાવવ્યા હતા હુમલા માં સિક્યુરિટી જવાન પ્રવીણ રાઠોડ ને વધુ ઈજાઓ પોહચતા તેને 108 દવારા હાલોલ ની રેફરલ હોસ્પિટલ માં લાવી વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો છે બનાવ અંગે પાવાંગઢ પોલિસે જ્યેન્દ્ર દલવાડી અને લોકેશ વછેરા વિરુદ્ધ ગુન્હો નોંધી અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરાવાની તજવીજ હાથ ધરી છે