અમિતાભ બચ્ચનના ચાહકોની સંખ્યા અગિણત છે. બચ્ચન પણ પોતાના ફેન્સના સંપર્કમાં રહે છે અને પ્રેમ અને ઇજ્જત આપે છે. હાલમાં તેના એક દિવ્યાંગ ચાહકે તેનું પેન્ટિંગ દોર્યું હતું જે અભિનેતાએ ટ્વિટર પર શેર કર્યું હતું.

પેન્ટિંગ બાબતે ખાસ વાત એ છે કે, જે વ્યક્તિએ તેનું ચિત્ર દોર્યું છે તે દિવ્યાંગ છે. ફેન એ અમિતાભની ફિલ્મ ગુલાબો સિતાબોના પાત્ર મિર્ઝાનું પેન્ટિંગ બનાવ્યું છે. ફેન અને તેના આર્ટની તસવીર શેર કરતા અમિતાભે માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, આ આયુષ છે, જે દિવ્યાંગ છે. તે પોતાના હાથનો ઉપયોગ કરી શકતો નથી. તેથી તે પગથી પેન્ટિંગ બનાવે છે. મારા ઘર પર એમની સાથે મુલાકાત થવી એ સૌભાગ્યની વાત છે. ભગવાન તેના ટેલન્ટને તરક્કી આપે. તેણે મને આ પેન્ટિંગ ભેટમાં આપ્યું છે.

અમિતાભે હાલમાં જ પિતાની હરિવંશરાય બચ્ચનની એક કવિતાની થોડી પંક્તિઓ શેર કરી હતી. તેમણે આ પંક્તિઓ પોતાના બંગલા જલસાની બહાર જામતી ભીડ અને પોતે પોતાના ચાહકોને વેવ કરતા હતા તે યાદ કરીને તેમણે શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, મશહૂર હોને કા શોક નહીં મુઝે, આપ મુઝે પહચાનતે હૈ બસ ઇતના કાફી હૈ.