દિલ્હી-

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણના મામલાઓને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે પીએમ કેયર્સ ફંડથી કોરોના હાૅસ્પિટલ બનાવવાની કવાયત તેજ કરી દીધી છે. અહેવાલ છે કે કોરોના મહામારીની વચ્ચે હાૅસ્પિટલની અછતનો સામનો કરી રહેલા બિહારમાં કેન્દ્ર સરકાર બે કોરોના હાૅસ્પિટલ બનાવવા જઈ રહી છે. 500 બેડવાળી આ હાૅસ્પિટલ પટના અને મુજફ્ફરપુરમાં ઊભી કરવામાં આવશે.

બિહારમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બિહારમાં 1.22 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. બિહારમાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ પહેલાથી જ ખૂબ ખરાબ છે. કોરોના મહામારીને જાેતાં કેન્દ્ર સરકારે પીએમ કેર્સ ફંડથી બિહારમાં હવે બે કોવિડ કાૅસ્પિટલ બનાવવાને લીલી ઝંડી આપી દીધી છે.

બિહારમાં બનવા જઈ રહેલી બંને હાૅસ્પિટલોને તૈયાર કરવાની જવાબદારી ડીઆરડીએને આપવામાં આવી છે. આ બંને હાૅસ્પિટલ પટના અને મુજફ્ફરપુરમાં ઊભી કરાશે અને બંનેમાં 500 બેડની વ્યવસ્થા હશે. નોંધનીય છે કે, બિહારમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ ૯ દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 610 થઈ ગયો છે. તેની સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 1,22,156 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.