વલસાડ-

જિલ્લાના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં આવેલ સેવન ઇલેવન નામની કલર કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ આગ લાગવાની જાણ સરીગામ ફાયર વિભાગને કરતા સરીગામ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતાં. જો કે, કંપનીમાં મોટાપાયે જ્વલનશીલ ગણાતા સોલ્વન્ટનો જથ્થોનો નાશ થતા આગ વધુ પ્રસરી હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDCમાં કલર બનાવતી સેવન ઈલેવન કંપનીમા ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આ આગને બુઝાવવા ઉમરગામ, વાપી સહિતના ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આ આગ પર કાબૂ મેળવાઈ ગયો છે. આગમાં કંપનીમાં તૈયાર પ્રોડક્ટ ખાખ થઈ છે, પરંતુ કોઈ જાનહાની થઈ હોવાની વિગતો સામે આવી નથી.