વાઈઝેગ-

આંધ્રપ્રદેશના વાઇઝેગ જિલ્લામાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે આગ લાગવાની સાથે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ધમાકાના પ્રચંડ અવાજાે પણ સંભળાયા હતા. સાથે જ કેટલાક લોકો આગમાં સળગી મરી ગયા હોવાની આશંકા છે પરંતુ હજુ સુધી કોઈના મૃત્યુના સમાચાર સામે નથી આવ્યા. દુર્ઘટનાના સમાચાર મળતૈ જ અગ્નિશામક દળની 12થી વધારે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને ગાજાવુકા ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ પણ ફેક્ટરીના અનેક યુનિટ્‌સમાં આગ ભભૂકી રહી છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. અગ્નિશામક દફ્ર સિવાય પોલીસની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બને તેટલું જલ્દીથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી ચાલુ છે.

દૂરથી જ આકાશને અડતી આગની લપેટોને જાેઈને દુર્ઘટનાની ગંભીરતા સમજી શકાય છે. આગ પર કાબુ મેળવવા માટે અગ્નિશામક દફ્રની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્ફોટ, આગ જાેવા માટે સ્થાનિક લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ડીસીપીના કહેવા પ્રમાણે ઘટના સમયે માત્ર ચાર લોકો જ યુનિટમાં ઉપસ્થિત હતા અને તેઓ સલામત રીતે બહાર આવી ગયા છે. ફાયર ટેન્ડર આગને કાબુમાં લેવા પ્રયત્ન કરી રહ્યા છે અને સદનસીબે હજુ સુધી કોઈએ પોતાનો જીવ નથી ગુમાવ્યો.

અગ્નિશામક દળના કર્મચારીઓની સાથે સ્થાનિક સત્તાધીશો, એસીપી, ડીસીપી વગેરે પણ ત્યાં પહોંચી ગયા છે અને તમામ સંભવતઃ મદદ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ડીસીપીએ દુર્ઘટના અંગે જાણકારી આપતા કહ્યુ કે, એક રિએક્ટરમાંથી આગની લપેટો ઉઠી હતી અને બધી જગ્યાએ ફેલાઈ ગઈ હતી. દુર્ઘટના સમયે યુનિટમાં માત્ર ચાર લોકો જ ઉપસ્થિત હતા અને તેઓ પોતાનો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. વિશાખાપટ્ટનમના સીપી આરકે મીણા આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે અને આગને કાબુમાં લેવા પ્રયત્નો ચાલી રહ્યા છે. આગને કાબુમાં લેવા સતત પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ કેમિકલ્સના કારણે આગ સમગ્ર પ્લાન્ટમાં ફેલાઈ ગઈ છે