અમદાવાદ, અમદાવાદમાં સૌથી વધુ લોકોની ભીડની અવર જવર થતી એવા રીલીફ રોડ પાસે આવેલ સર્વોદય કોમ્પેલક્ષના પ્રથમ માળે આવેલ એસીના કોમ્પરેશનના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જાે કે આગની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયરબ્રિગડની ૧૮ ગાડી સાથે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા માટેની તજવીજ હાથધરવામાં આવી હતી. બીજી બાજુ ૨ કલાકની જહેમતભરી કામગીરા કર્યા બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી. જેથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. હજી સુઘી આ દુર્ઘટનામાં કોઈ જાન હાનીના સમાચાર મળ્યા નથી.

શહેરના રીલીફ રોડ પાસે આવેલ સર્વોદય કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલ એસીના કોમ્પરેશનના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જાે કે આગની જાણ થતા ગોડાઉનમાં કામ કરતા કર્મચારીઓ ઝડપથી કોમ્પ્લેક્ષની બહાર દોડી આવ્યા હતા. બીજી બાજુ આગની ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં દોડ ધામ મચી ગઈ હતી. આગની જાય ફાયરબ્રિગેડને કરવા માં આવતા ફાયરબ્રિગેડની ૧૮ ગાડી સાથે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુમેળવવાની તજવીજ હાથધરવામાં આવી છે. બીજી બાજુ આગની ઘટના થતા આસપાસની દુકાનોમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને પણ તાત્કાલીક અસરથી ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ય માહિતી મુજબર આગની ઘટનામાં હજી સુધી કોઈ જાન હાનીના સમાચાર મળી રહ્યા નથી. બીજી બાજુ ફાયરબ્રિગેડ આગ પર કાબુ મેળવવનો પ્રયાસ કરી રહી છે જાે કે ૨ કલાકની ઙારે જહેમતભરી કાગરી બાદ પણ આગ પર કાબુ મેળવી શક્યા નથી. જાે કે આગ જ્યાં સુધી બુઝાસે નહી ત્યા સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે તેવુ ફાયરબ્રીગેડના કર્મચારીઓનું કહેવુ છે.

આગને જાેવા માટે લોકોના ટોળા વળ્યા

એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અચાનક લાગેલી આગના પગલે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડ ઘટના સ્થળ પર દોડી આવી આગ બુઝાવવાની કામગીરી હાથધરી હતી, ત્યારે આગ લાગી તે જાેવા માટે આસપાસના વિસ્તારમાંથી લોકો જાેવા માટે આવ્યા હતા. જાે કે પોલીસને કાફલો ઘટના સ્થળ પર આવી જતા આગ જાેવા આવેલા લોકોને ત્યાંથી ભગાડી મુક્યા હતા.