કેન્દ્ર સરકારની કામદારો અને સરકારી કર્મચારીઓ અંગે ખોટી નીતિઓના વિરોધમાં અને પેન્શન શરૂ કરવા સહિત વર્ષોથી પડતર માગણીઓનો કોઇ ઉકેલ નહીં આવતાં દેશમાં વિવિધ કામદાર સંગઠનો દ્વારા બે દિવસીય રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે શહેરમાં વિવિધ બેન્કો, પોસ્ટ અને રેલવે વિભાગના કર્મચારીઓ પણ આ આંદોલનમાં જાેડાયા હતા. વિવિધ કામદાર યુનિયનોના નેજા હેઠળ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બેન્ક અને પોસ્ટ વિભાગના કર્મચારીઓની હડતાળના પગલે લોકો અટવાયા હતા.