અંબાજી : લાભ પાંચમને લઇ યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચતા નજરે પડ્યા હતા જોકે હાલ તબક્કે કોરોનાની મહામારીની અસર શ્રદ્ધાળુઓ ઉપર જોવા મળી હતી. લાભ પાંચમને લઈ વેપારીઓનું દિવાળીનું નાનું વેકેશન આજે પૂર્ણ થશે. વેપારીઓ પણ મા અંબાના દર્શન કરી પોતાના વેપાર ધંધાના મુહુર્ત કરશે તેમ જણાવ્યું હતું. મંદિરમાં આરતીનો સમય વહેલી સવારે ૬.૩૦ કલાકનો હતો તે પણ આવતી કાલથી સવાર મંગળા આરતી ૭.૩૦ કલાકે કરાશે. જેને લઈ શ્રદ્ધાળુઓની મંગળા આરતી સવારે ૬.૩૦ કલાકે કરવા માંગ છે.મંદિરમાં સવારની આરતીનો સમય ૬.૩૦ કલાકનો છે.આવતીકાલથી સવારે મંગળા આરતી ૭.૩૦ કલાકે થશે.રાત્રે મંદિર ૯ કલાકે બંધ થશે.