ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમને લઈને મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લગ્નમાં ૧૦૦ લોકોને મંજૂરી છે. અન્ય ફંક્શનમાં જે હોલમાં કરવાના હોય, તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ૨૦૦ લોકોની મંજૂરી છે. તેમજ ખુલ્લામાં મંડપ નાંખીને કાર્યક્રમ કરવામાં આવે, એમાં કોઇ લિમિટ નથી. આ સાથે જ એવું કહી શકાય કે રાજ્યના લોકો જાે ખુલ્લામાં મંડપ નાંખીને કોઈ પણ કાર્યક્રમ કરે તો તેમાં કોઈ મર્યાદા નહીં નડી.સીએમ રૂપાણીએ કોરોના નિયમોને ભંગ કયારે કહેવાય તે વિશે વિગતવાર જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય, માસ્ક ન પહેર્યું હોય તો ગાઇડ લાઇનનો ભંગ કહેવાય.