મુંબઈ-

કોરોના વાયરસે મહારાષ્ટ્રની ચિંતા ફરીથી વધારી દીધી છે. કોરોના વાયરસના કેસથી ચિંતીત રાજ્ય સરકારે કડક નિર્ણય લીધો છે. કોરોનાના વધતાં કેસ મામલે રાજ્ય સરકારે પરભણી અને અકોલા જિલ્લામાં વીકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરી છે. આ બે જિલ્લામાં આજે રાતથી લોકડાઉન લાગુ થશે જે સોમવારે સવાર સુધી લાગું રહેશે.

શુક્રવારે રાત્રે 8 કલાકથી લોકડાઉન લાગુ થશે જે સોમવારે સવારે 6 કલાક સુધી લાગુ રહેશે. પરભણી જિલ્લામાં આ કર્ફ્યુ શુક્રવારે રાત્રે 12 કલાક થી લાગુ થશે જે સોમવારે સવારે 6 કલાક સુધી લાગુ રહેશે. આ ઉપરાંત જલગાંવમાં પણ શુક્રવારે 8 કલાકથી સોમવારે સવારે 8 કલાક સુધી જનતા કર્ફ્યુ જાહેર કરાયું છે. જનતા કર્ફ્યુ અને લોકડાઉન વચ્ચે માત્ર જરૂરી સેવાઓ જ શરુ રહેશે. આ પહેલા ગુરુવારે નાગપુર શહેરમાં 15થી 21 માર્ચ સુધી લોકડાઉનની ઘોષણા કરી હતી. આ લોકડાઉન દરમિયાન શાકભાજી, ફ્રૂટ, દૂધ, દવા જેવી આવશ્યક વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. રાજ્ય સરકારે સંકેત આપ્યા છે કે કોરોનાના કેસ વધ્યા તો આગામી સમયમાં વધુ કેટલાક શહેરોમાં લોકડાઉન આવી શકે છે.