ઈટાનગર-

અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં આજે સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા, જેની તીવ્રતા 3.0 હતી. રવિવારે મધરાત્રે 1 વાગ્યા બાદ અરુણાચલ પ્રદેશમાં 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અરુણાચલના પંજીમથી 95 કીલોમીટર ઉતર-પશ્ચીમમાં જમીનથી 17 કીલોમીટર નીચે હતું તેની 20 મીનીટ બાદ મણીપુરના શિરૂઈમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા જેની તીવ્રતા 3.6 રહી હતી. જોકે ભુકંપના આંચકાને પગલે લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. જોકે આ ભુકંપમાં કોઈ જાનહાનિ કે મોટી માલસામાનની નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.