અમદાવાદ-

જાહેરમાં થતા અપરાધોને જોઈને સામાન્ય લોકો મોઢું ફેરવી લઈને ચાલતાં થાય છે, તો કેટલાંક વળી એમાં આપણે શું લાગે-વળગે એમ વિચારીને એ ઘટના સામે આંખ મિંચામણા કરે છે, એવા લોકોને માટે અમદાવાદમાં શુક્રવારે બનેલી આ ઘટના જરૂરથી પ્રેરણારુપ બની જશે.

શહેરમાં શુક્રવારે સવારે એક યુવતી તેના પતિ તેને લેવા માટે ક્યારે આવે એની રાહ જોતી રસ્તા પર ઊભી હતી.  પતિની રાહ જોઈ રહેલી આ યુવતી પાસે બે રીક્ષા ચાલકોએ  આવીને તેની છેડતી કરવાની શરૂ કરી હતી અને  રીક્ષામાં બેસીજા રૂ.1 હજાર આપીશુ તેમ કહીને અણછાજતું વર્તન કરવા લાગ્યા હતા. જો કે, અહીં નજીકમાં ઊભેલા અન્ય  એક જાગૃત નાગરીકને આ બધું જોઈને શું વાત બની છે તેની ગંધ આવી ગઈ હતી અને તેમણે યુવતીની મદદ કરી રીક્ષાવાળા બદમાશ શખ્સોને પાઠ ભણાવવાનો નિર્ધાર કર્યો હતો. તેમણે એક જાગૃત નાગરીક તરીકે એક આધેડ યુવતીની મદદે આવીને મહિલા હેલ્પલાઈનને ફોન કર્યો હતો. મહિલા હેલ્પલાઈનની ટીમે પણ તુરંત કાર્યવાહી કરી હતી.  મહિલા હેલ્પલાઈનની ટીમે બંન્ને રીક્ષા ચાલકોને સ્થાનિક પોલીસ સ્ટેશન સોંપ્યો છે.