સુરત-

સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં તોગાપુર ગામે કૂવા ફળિયામાં આવેલ એક મકાનમાંથી માંડવી પોલીસે રેડ કરી 4.579 કિલોગ્રામ ગાંજા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર માંડવી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે તોગાપુર ગામે કૂવા ફળિયામાં રહેતો રાજુભાઇ ભાણાભાઈ વસાવા નામનો શખ્સ ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઘરમાં સંગ્રહ કરી રાખી ત્યાંથી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે છાપો મારી સ્થળ પરથી રાજુભાઇ ભાણાભાઈ વસાવાને પકડી તેની પાસેથી 4.579 કિલોગ્રામ ગાંજો કિમત રૂ. 27,474 તથા એક મોબાઇલ ફોન કિમત રૂ. 5000 મળી કુલ 32474 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં રાજુભાઇએ જણાવ્યુ હતું કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં વડીવાવ ગામે વાળફળીમોમણ ખાતે રહેતો રવિરામ તેને આ જથ્થો પહોંચાડતો હતો અને તે ગાંજાનું માંડવી વિસ્તારમાં છૂટક વેચાણ કરતો હતો. પોલીસે રાજુ વસાવાની ધરપકડ કરી છે જ્યારે તેને જથ્થો પૂરો પાડનાર રવિરામને વોંટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.