ડભોઇ : ડભોઇ પોલીસ જવાનો ગત રાત્રીના ટિંબી ક્રોસિંગ નજીક વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે અરસામાં બે મોટર સાઈકલ ચાલકો ત્યાં નજીક આવી પહોંચતા પોલીસ ચેકીંગ માં જોતા ગભરાઈ મોટર સાઇકલ રોડ ઉપર નાખી ભાગી જતાં હતા. જેમાના એક ૧૫ વર્ષીય કિશોર ને ઝડપી પાડ્યો હતો. અને ચોરી ની ૩ મોટરસાઈકલો રૂ.૯૫૦૦૦ ની કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.  

પોલીસ ટિંબી ક્રોસિંગ નજીક વાહન ચેકિંગ કરી રહી હતી તે અરસામાં બે મોટર સાઇકલ સવાર પોલીસ ને દૂર થી જોઈ મોટર સાઇકલ રોડ ઉપર નાખી ખેતરો માં ભાગવા જતાં પોલીસે તેમનો પીછો કર્યો હતો. પણ તેમાનો એક ઈસમ ભાગી જવામાં સફળ થયો હતો. જ્યારે ૧૫ વર્ષ નો એક કિશોર ઝડપાઇ ગયો હતો. જેની પૂછ પરછ કરતાં આ ઇસમો એ વડોદરા જીલ્લા અને પંચમહાલ જિલ્લા માથી બાઈકો ચોરી કરી હોવાનું કબુલ્યું હતું જ્યારે આ કિશોર અલીરાજપૂર મધ્ય પ્રદેશ નો હોવાનું જણાવ્યુ હતું. તેની પાસે થી એક બજાજ એવેંજર ૧૫૦ ગાડી નંબર જી.જે.૦૬-જે.એસ.૨૫૧૮ કિમત રૂ.૪૦૦૦૦ અને હોન્ડા સીબી સાઇન ગાડી નંબર જી.જે.૦૬. એલ.જી.૩૪૯૨ કિમત રૂપિયા ૪૫૦૦૦ ની મળી આવી હતી. વધુ માં આ ઇસમો એ પંચમહાલ જિલ્લા માથી પણ એક બાઇક ચોરી કરી હતી જે બંધ થઈ જતાં ઝાડીઓમાં છુપાવી રાખી હોય જે પણ પોલીસ જવાન દિનેશભાઈ,તથા કાલુભાઇ દ્વારા કબજે કરી હતી જેનો નંબર જી.જે.૧૭ એ.સી. ૯૫૭૭ કિમત રૂપિયા ૧૦૦૦૦ ની મળી આવી હતી કુલ રૂ.૯૫૦૦૦ ની મોટર સાઈકલો અને મોબાઈલ રૂ.૫૦૦૦ બધા મળી રૂ.૧૦૦૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી ૧૫ વર્ષ ના કિશોર ને જેલ હવાલે કરી ભાગી ગયેલ ઈસમ પ્રકાશભાઈ ડુંડવા રહે બડાઈટારા, તા.અંબાવ, જી.અલીરાજપૂર મધ્ય પ્રદેશ નાઓ ની શોધખોળ માટે ચક્રો ગતીમાન કર્યા છે.