પાદરા

પાદરા નગર નાગરિક સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેકટરની યોજાયેલી ચૂંટણી બાદ પ્રથમ બેઠક ડિરેકટરોની મિટિંગ મળી હતી. જેમાં પ્રમુખ તરીકે છઠ્ઠી વખત કાળીદાસ અંબાલાલ ગાંધી, ઉપપ્રમુખ તરીકે લાલભાઈ ગાંધી તેમજ મેનેજિંગ ડિરેકટર તરીકે અશોકભાઈ પટેલ બિનહરીફ વરણી થવા પામી હતી. પ્રમુખ-ઉપપ્રમુખ, ડિરેકટરોની બિનહરીફ વરણી થતાં સૌ ડિરેકટરો માજી ધારાસભ્ય દિનુમામા ચોકસી મહાજન મંડળ પ્રમુખ સૂર્યકાન્તભાઈ ચોકસી ભાજપા સંગઠનના હોદ્દેદારો કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા. પાદરા નગર નાગરિક સહકારી બેન્કની તા.૭ ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીમાં બે ડિરેકટરો બિનહરીફ થયા હતા તેમજ એક મહિલા ઉમેદવારીપત્ર રદ થયું હતું. જ્યારે ૧ર ડિરેકટરોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપા પ્રેરિત દિનુમામાની કાળીદાસ ગાંધીની પેનલનો વિજય થયો હતો. એક ઉમેદવારનો પરાજય થયો હતો. આજરોજ બોર્ડ ઓફ ડિરેકટરોની ચૂંટણી યોજાયા બાદ પ્રથમ બેઠક નાગરિક બેન્કના સભાખંડમાં મળી હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ મેનેજિંગ ડિરેકટરોની વરણી કરાઈ હતી.