આણંદ : આગામી નવેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની શક્યતા જાેવાઈ રહી છે. ત્યારે ગઈકાલે આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે શહેર કોંગ્રેસની એક બેઠક બોલાવાઈ હતી. બેઠકમાં આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને રણનીતિ નક્કી કરવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે બેઠકમાં ઉપસ્થિત આણંદના કાઉન્સિલરોને ચૂંટણી જીતવા માટે શહેરના વિવિધ બુથ સંગઠન મજબુત કરી, શહેરીજનો સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવાની કામગીરી પર ભાર મૂક્યો હતો.