વડોદરા,તા.૯  

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વાસણા રોડ અને આસપાસમાં આવેલ વિસ્તારની એક હજાર જેટલી સોસાયટીના રહીશો દ્વારા લઘુમતીઓ દ્વારા મિલ્કતો ખરીદવાને માટે અન્ય કોમની વ્યક્તિનું નામ ધારણ કરીને કાયદાની છટકબારીનો લાભ લઈને મિલકત ખરીદ્યાં પછીથી લઘુમતી કોમની વ્યક્તિ હોવાનું જાહેર કરી અગાઉની મંજૂરીઓના આધારે મિલકતોમાં ફેરફાર કરીને લઘુમતીઓને માટે મકાનો બનાવવાની મોટા પાયે યોજનાઓ ઉભી કરી દેવામાં આવે છે.આ સામે સમગ્ર વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે.ભાજપના અગ્રણી અને ઉદ્યોગપતિ ગીતા ગોરડિયાના બંગલાના વેચાણ પછીથી ફફડી ઉઠેલા આ વિસ્તારના બુદ્ધિજીવીઓએ આને માટે અશાંત ધારા સમિતિનું ગઠન કર્યું છે. આ અશાંત ધારા સમિતિના ઉપક્રમે હિન્દુઓની મિલકતોના રક્ષણને માટે મિટિંગ મળી હતી.જેમાં હિન્દૂ વિસ્તારમાં હિંદુઓને લઘુમતીમાં મુકવાના પ્રયાસનો એક હજાર સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરાયો હતો.તેમજ તંત્રના આંખ આડા કાન અને પગલાં લેવામાં લાલિયાવાડી સામે પીઆઈએલ કરાશે એવો ર્નિણય સર્વાનુ માટે લેવાયો હતો.

અશાંત ધારા સમિતિ વડોદરા દ્વારા સમર્પણ સોસાયટી વાસણા રોડ ખાતે કોર્પોરેશનના મનાઈ હુકમ છતાં પણ હજુ કામ ચાલુ જ રાખેલું છે એના સંદર્ભે સમિતિના સભ્યો તેમજ સમર્પણ સોસાયટીના સભ્યો દ્વારા સોસાયટીના ગાર્ડનમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે રજૂઆત કરવા માટે મળ્યા હતા.જે અંતર્ગત ૧૦ દિવસ પહેલા વડોદરા પાલિકામાં અને ખોટી રીતે પારસીથી મુસ્લિમને વેચાણ કરવામાં આવેલ હતું. જેની ભુલ કોર્પોરેશન અધિકારીઓએ પણ કબૂલાત કરેલ છે અને ખોટા દસ્તાવેજી પુરાવા અનુસાર આ રીતે મિલ્કત વેચાણની જાણ પોલીસ ખાતાને પણ કરવામાં આવી હતી. જેની હાલ સુધી એફઆઈઆર થયેલ છે તો શું??

 ક્યાંકને ક્યાંક સરકારના હાથ કાયદાની રાહે ટૂંકા પડે છે કે કાયદો સરકારે બનાવયો છે તો એનો અમલ કેમ ના થાય? આ ઉપરાંત હિન્દૂઓના વિસ્તારમાંથી હીઝરત કર્યા પછી અમલમાં લાવશો? એવી તો શું મજબૂરી છે જેને અમલમાં લાવતા વર્ષો થાય? અથવા અધિકારીઓની મિલીભગતીથી મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે?એવા પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ અશાંત ધારાના કાયદાને કડકાઈથી અમલમાં લાવવા અશાંત ધારા સમિતિ, વડોદરાની રચના કરેલ છે જેમાં વડોદરાના૧૦૦૦થી વધારે સોસાયટી જોડાઈ રહી છે. સાથે બીજા હાલ ઘણી સોસાયટી,હિન્દુ સંઘ,સંસ્થાઓ ઓનલાઈન ગૂગલ ફોર્મ લિંક દ્વારા જોડાઈ રહિયા છે. જેઓ સાથે મળીને એકતા પ્રદર્શન બતાવશે અને કાયદાની રાહે સરકારને પણ મજબુર કરશે.આ પ્રશ્ને ટુંક સમયમાં પીઆઈએલ દાખલ કરાશે